સપ્તઋષી નો આઠમો તારો

રાજુ માં એકલપંડ ને ડેલી બંધ મકાનમાં,નાના મોટા ઢોર નવ,માજી ઢોર સાથે બોલે, બાઝે,પાછા પંપાળે એમના બેઉ ભણતા પરણીને દુરના શહેરમાં સ્થિર થયા.તેઓ તેડાવે પણ માજી જવાબ લખાવે’ ભોમકાની માયા મેલી નથી મુકાતી,તમે સઘળીયા આંટો દઈ જાવ વેલેરા’ ફરી દિકરાના કાગળ ’અમારે નોકરીયે રજા જમે નથી, આવીયે તો છોરાંવનુ ભણતર ભાંગે, તમારી વહુની તબિયત ઠીક અઠિક રહ્યા કરે છે, હાલ તો નહી અવાય, પૈસા મેલ્યાં છે. હવે ઢોરાં વેંચીને નિરાંતે રહો,ઘણુ વેઠ્યુ ભજન-ભાવ કરો, તબિયત સાચવજો.એકવાર આવા જ કાગળનો જવાબ લખાવવા મારી પાસે રાજુમાં આવ્યાં મે કહ્યુ માડી વેંચી દો ને આ ઢોર 
અને રહો નિરાંતે,નાણાની ક્યા આપદા છે તમારે ?
ચહેરા પરની કળચલીઓ પર અટકી અટકીને સરતા આંસુથી ભિના થતા શબ્દોમાં રાજુમાં કહે ’ગગી, ઢોરને વેંચુ છુ તો પીટ્યા પારકા ખીલા તોડાવીને અધરાતે ડેલી બાર ભાંભરડા નાખે છે અને પંડના છોરૂ વણ વેંચે વેંચાય ગયા.નથી લખાવવો કાગળ મારે પેલુ પત્તુ ફાડીને ફેંકતા ફરી કહે...
" ભૈ હવે તો છોરા ઈ ઢોરા ને ઢોરા ઈ છોરા "

Meerabai.

Post a Comment

  1. Great..
    always supprt www.meerabai.in get approval of infolink make money from blog

    ReplyDelete

 
Top