સાગર કિનારે જ્યારે નિરાશ થઇને હુ એકલો બેઠો હતો ત્યારે તેમણે કહ્યુ
“ વત્સ ! તારા જેવા આ દુનિયામાં ઘણા છે કે જેઓ જીવનભર કિનારે બેસીને,સાગરના પટ પર આગળ વધી રહેલા નાવિકોની ખોડ-ખાંપળ જોયા કરે છે,તુ પોકાર પાડે છે કે આવા તોફાનમાં ઝુકાવનારાઓ મુરખાઓ છે,પણ તને ભાન નથી કે મુર્ખ તો એ છે કે જે તોફાનથી ડરીને કિનારે બેસી રહે છે.ધુળના ઠેફાંમાં છુપાયેલુ સોનુ જો અગ્નિથી ડરવા માંડે તો તે કદી સુવર્ણરૂપે બહાર આવતુ નથી.ધરતીનાં પેટમાં પડેલુ બીજ કદી પણ એવા વિચાર નથી કરતુ કે બહાર ટાઢ અને તડકો સહન કરવા કરતાં અંદર પડ્યા રહેવુ સારૂ એ તો ધરતી ચિરિ ને બહાર આવે છે અને ટાઢ તથા તડકામાંથી પોષણ મેળવીને તે વૃક્ષનાં રૂપમા પ્રગટ થાય છે.કિનારે પડેલા પથ્થરોથી ડરી ને સાગરના મોજા કદી પાછા ફર્યા નથી તેઓ જાણે છે કે પથ્થરો સાથે અફળાવાથી તેમના ટુકડે-ટુકડા થઇ જશે,તેઓ આમ છતા ચોવિસે કલાક પથ્થરો સાથે માથા ઝિંકે છે અને આખરે એમને રેતીમાં ફેરવી નાખે છે.
ખરૂ કહુ તો મુશકેલીઓ,આફતો અને તોફાનો મે એટલા માટે જ પેદા કર્યા છે કે માણસોને આગળ વધવાની પ્રેરણા મળે અને મને સમજવાનો તે પ્રયત્ન કરે..
વજુ કોટક
પ્રભાતના પુષ્પોમાંથી

Great job
ReplyDeletealways supprt www.meerabai.in get approval of infolink make money from blog