છકડો રિક્ષા એક દૈવી વાહન :
દોસ્તો આપણે ગુજરાતીઓ છકડો રિક્ષાને ભલેને ફ઼ાલ્તુ ગણતા હોઈએ પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ છે. મારા છકડો રિક્ષા અંગેના તારણો જુઓ.તમારે ક્યાંય બહારગામ જવુ હોય તો બસ માટે એસ.ટી સ્ટેશન પર જવુ પડે ને..ત્યારે આનુ જુઓ ગમે ત્યાંથી,ગમે ત્યારે મળે ને.હુ તો કહુ છુ કે દેશનાં અર્થતંત્રમા આનો જબ્બર દસ્ત ફ઼ાળો છે.અરે દેશની બેરોજગારીની સમસ્યાનો આ સરળ ઉકેલ છે.વાંચો છકડો રિક્ષા મારી નજરે...




સામાજીક સ્ટેટસ :
હવે જુઓ છકડો રિક્ષા ચલાવે કોણ અભણ,પછાત,બેકાર અથવા સ્લમ યુવાનો.આવા લોકોનુ ગામમાં કોઈ માન કે સન્માન જેવુ હોતુ નથી.ગામમાં કોઈ પાનનાં ગલ્લાંવાળો પણ આવા લોકોને બાકીમાં પાન-માવો આપતાં નથી. તેવા યુવાનો માટે તારણહાર છે છકડો રિક્ષા.આખો ’દિ ગામનાં પાદર બેસી આખા ગામની પત્તર ફ઼ાડતા યુવાનો નો તારણહાર પણ છકડો રિક્ષા.આવા બધા બહિસ્કૃત થયેલા યુવાનો માટે તારણહાર બને છે છકડો રિક્ષા.
મહિલા સુરક્ષા :
આખો ’દિ ગામનાં પાદર બેસી આખા ગામની પત્તર ફ઼ાડતા અને ગામની મહિલાઓની ઠઠ્ઠા મશકરી,છેડતી કરતાં યુવાનો ને પણ રાહ બતાવે છે છકડો રિક્ષા.આવા યુવાનો છકડો રિક્ષા લઈને સવારથી નિકળી જાય ફ઼ેરા કરવા તો છેક રાત્રે ઘરે પાછા આવે તો હવે ગામની મહિલાઓની ઠઠ્ઠા મશકરી,છેડતી કરવાનો ટાઈમ ક્યાં ? આપોઆપ ગામની મહિલાઓ એકદમ સુરક્ષિત બની ગઈ ને આનો શ્રેય કોને ગયો છકડો રિક્ષા ને.
દેશનાં અર્થતંત્રમાં મહાન ફ઼ાળો :
દેશમાં વાહનવ્યહવાર કેવુ જાઈન્ટ ને.. તમને ખબર છે વાહનવ્યહવારથી દેશમાં કેટલુ રેવન્યુ જનરેટ થાય છે ? અને રાજ્ય વાઈસ ગુજરાત નુ ટ્રાન્સપોર્ટ રેવન્યુ કેટલુ થાય ? ખબર નથી ને અબજો રૂપિયાં ! થાય તેમાં ગુજરાતનુ રિજીનિયોલ ટ્રાન્સપોર્ટ રેવન્યુમાં આ છકડો રિક્ષાનો કેટલો મોટો ફ઼ાળો છે એ તમને ખબર છે ? ૮૦ % ગુજરાતનુ રિજીનિયોલ ટ્રાન્સપોર્ટ રેવન્યુ આ છકડો રિક્ષાથી જનરેટ થાય છે.
એક દૈવી વાહન :
હવે જવાબ આપો તમારે બહારગામ જવુ હોય તો બસ કે ટ્રેન માટે તમારે રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન જવુ પડે ને ઓટોમાં ૫૦ રૂ. આપી ને પછી ત્યાંથી જાણવા મળે કે આપણે જ્યા જવુ છે એ બસ કે ટ્રેન દોઢ કલાક પછી મળશે કેવી હાલાકી થાય જ્યારે આ છકડો રિક્ષા બુમ મારો કે હાજર.. એક નહી અનેક હાજર.. તમે પુષ્પક વિમાન વિશે સાંભળેલ છે ને યાદ કરો કે હાજર બસ એવુ જ આ છકડો રિક્ષાનુ ખેતરે અંતરયાળ જગ્યાએ પણ તમે ઉભા હોય બસ ખાલી આ છકડો રિક્ષાને મનમાં યાદ કરો તમારે ખેતરે પણ હાજર અસ્સલ પુષ્પક વિમાનની જેમ જ જોયુ The another Beauty of  છકડો રિક્ષા. હવે તમે જ કહો કઈ ટ્રેન કે બસ તમારા ઘરેથી તમને પિક અપ કરી જાય છે. અને વળી આ બસ / ટ્રેન નાં ભાડાં કેટલાં મોંઘા ત્યારે આ છકડો રિક્ષા ઈચ્છા થાય એટલા આપો. ત્યાં ટ્રેન કે બસમાં ભાડા માટે બાર્ગેનિંગ કરો જોઈએ.. જ્યારે અહી તો..
એ.સી. સુવિધા :
તમારે એ.સી.ની સુવિધા સાથે મુસાફ઼રી કરવી હોય તો ટ્રેન કે બસનાં ભાડાં સાંભળ્યાં કદી.જ્યારે અહી આ છકડો રિક્ષામાં બધા એ.સી.નાં પપ્પા જેવુ કુદરતી એ.સી.જોરદાર ઠંડક ને મોજે મોજ બિજુ ત્યાં ટ્રેન કે બસમાં કોઈએ હવા ખરાબ કરી તો ? આવી જ બન્યુ ને.. જ્યારે અહી છકડો રિક્ષામાં આવી કોઈ ઉપાધી.. એ ને.. મોજ.
સાજ શણગાર :
આ છકડો રિક્ષા નિરાંતે જોજો. એનુ ડેકોરેશન હંમેશા ઉડીને આંખે વળગે એવુ હોય છે. પેલો એની બૈરીને જેટલો સાજ શણગાર નહી કરતો હોય તેટલો સાજ શણગાર તે પોતાની છકડો રિક્ષા ને કરશે. એના ફ઼ુમ્કા-જુમ્કા,અરિસાઓ,સ્ટિકરો અને બિજુ ઘણુ.અને ખાસ તો એનુ ટેપ જબર દસ્ત શા માટે નાખતાં હશે એ હજુ મારા માટે કોયડો છે. કારણ કે સાંભરવાનું કોણ ? આ છકડો રિક્ષા જ એવી વાગતી હોય છે કે ટેપનો અવાજ જ ન સંભળાય.ખૈર ટેપ બહુ સારુ વાપરે એ લોકો ખંજરી વાગે એવુ.
બેરોજગારી માટે મહાન યોગદાન :
કોઈ સરકારે જેટલી રોજગારી આ દેશનાં યુવાનો ને આપી હશે તેના કરતા ટેન ટાઈમ મોર રોજગારી આ છકડો રિક્ષાએ દેશનાં બેકાર યુવાનોને આપી હશે. ત્યાં નોકરી મેળવવાં ટોપ કોલેજ ની માસ્ટર ડિગ્રી જોયે ત્યારે અહી કોઈ ભેદ-ભાવ નહી ભણેલા પણ ચાલે અને ન ભણેલા પણ ચાલે જોબ મેળવવા નો કોઈ નેતા અથવા અધિકારીને લાંચ આપવાની. ન કોઈ એન્ટરસ એક્ઝામ બસ આવો અને લાગી પડો.
ઈલેકટ્રોનિક પાવર બચત :
તમારી ફ઼ોરવ્હિલ ભલે મર્સિડીઝ હોય પણ ચાલુ કરવા સેલ્ફ઼ મારવો પડે ને અને ઈગ્નિશન ચલાવવા બેટરી નાખવી પડે ને જે અંદાજે ૬ થી ૭ હજારની આવે અને જો તેમાં સેલ્ફ઼ બગડી જાય તો મર્સિડીઝ હોય તો પણ ધક્કા મારવા પડે જ્યારે છકડો રિક્ષામાં જોયુ ઇલેકટ્રોનિક પાવર ની બચત સેલ્ફ઼ જ ના હોય દોરડું ખેંચીને ચાલુ થાય. ના કોઈ બેટરી કે બેટરો. દેશની કેટલી ઊર્જા શક્તિ બચે.
ઉપસંહાર :
જે ગામનો ઉતાર જેવો યુવાન હતો કોઈ માવો પણ ઉધાર નહોતુ આપતુ બધાને બુચ મારતો એ યુવાન હવે ૪૦૦ રૂ નુ પાન નુ બિલ ચુકવવા લાગ્યો.કમાવા લાગ્યો ને..મોબાઈલમાં મિસ્ડ કોલ બંધ થયાં ટોક ટાઈમ પુરાવવા લાગ્યો.ઘરે બૈરીને પૈસા આપવા માંડ્યો.જેથી ઘરમાં કકળાટ બંધ થયો.સંસાર ચાલવા લાગ્યો. બાળકો હવે યુનિફ઼ોર્મ પહેરીને સ્કુલે જવા માંડ્યાં. બાળકોનુ એક ઉજ્જવળ ભવિષ્ય છે.
એટલે મારી નજરે આ છકડો રિક્ષા એક દૈવી વાહન છે. ઉપર જણાવેલ ફ઼ાયદાઓ જુઓ. જે દેશની સરકાર પણ ન ઉકેલી શકી એ બેરોજગારી નાં પ્રશ્ન નો કેવો તોડ છે.રાજ્યનુ રેવન્યુ કેટલુ જનરેટ કરે છે આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ. બિજુ ઘણું જો તમે પણ મારી નજરે આ બહિસ્કૃત છકડો રિક્ષા ને જોશો તો સમજાશે.
જો આ આર્ટિકલ આપને પસંદ પડ્યો હોય તો આપના અભિપ્રાય જરૂર કોમેન્ટસ બોક્સમાં લખો.અને સોશિયલ મિડિયાં પર આપના ગ્રુપ સર્કલમાં આ આર્ટિકલ શેઅર કરો. અને અમને ફ઼ેસબુક ઉપર જરૂર મળો. અમારૂ ફ઼ેસબુક પેઈજ લાઈક કરી અમારો ઉત્સાહ વધારશો.. આભાર.

Also Read :

+ UNDERSTANDING GANDHI
+ GOOGLE FAIL - 2015 (PAKISTAN)
+ EIGHTH STAR OF SAPTARUSHI

Pareshgiri

Post a Comment

 
Top