હુ તો બસ જાગવાનુ જ જાણુ છુ..
સાવ ખાલી થવાનુ હુ જાણુ છુ
કોઈના થઈ જવાનુ હુ જાણુ છુ
નામ ક્યા સ્થાપવાનુ હુ જાણુ છુ
જાત વિસ્તારવાનુ જ હુ જાણુ છુ
નહી ઉભા’રે તરસની સામે એ
પાણી હુ ઝાંઝવાના હુ જાણુ છુ
ભાર હોવાપણાનો લાગે તો -
તળ સુધી પહોંચવાનુ હુ જાણુ છુ
વાત પહોંચી જશે નિયત સ્થાને
પણ વાતને વાળવાનુ હુ જાણુ છુ
હાથમાં શુ નથી ? ના ઉતર માં -
પણ આંગળી ચિંધવાનુ હુ જાણુ છુ
સુર્ય ઉદય વિશે શુ કહેવાનુ " ગિરિ "
હુ તો બસ જાગવાનુ જ જાણુ છુ..
Meerabai.
Post a Comment