Gujarati Poetry
કોને ખબર કોને ક્યાં જવું છે..??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે..!
ચાલવું પડે છે માટે ચાલે છે બધા..
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે..?
સંગાથ મળેને વાટ પકડી લે છે..
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે..?
જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો..
અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે..?
આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે..
આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે..?
જયંત ધોળકિયા (પોરબંદર)

Hey Friend's !!
ReplyDeleteJust relax with cool gujarati poetry
by JAYANT share it, Like my facebook page
keep visiting www.meerabai.in