અન્ડરસ્ટેંડીંગ ગાંધી : ગાંધી અન્સ ઇન કોનવરસએશન વીથ ફ્રેડ બ્લુમ ;

ડો.ઉષા ઠક્કર અને ડો.જયશ્રી મહેતા સેજ પબ્લિકેશન-૨૦૧૧ - નામની બુક હમણા જેવી તેવી વાંચી,આમા અમેરિકાના એક જાગ્રત ચિંતક અને અમેરિકાની સેનેટ કમિટીના કન્સલ્ટન્ટ ફ્રેડ બ્લુમે (૧૯૧૪-૧૯૯૦) ભારતના જાણિતા કેટલાક ગાંધીવાદીઓના ઇન્ટરવ્યુઝ લિધા છે અને તે આપનારાઓમા ઝવેર પટેલ, જે.બી.કૃપલાણી, રહેમાન તૈય્યબજી, દાદા ધર્માધિકારી, સુશાલા નાયર અને સુચેતા કૃપલાણી હતા.આ પાંચેને ફ્રેડ બ્લુમ એવો સવાલ કરે છે કે ગાંધીજી જો લાંબુ જીવ્યા હોત તો ભારતમાં ક્યા પ્રકારનો સમાજ ઉભો થયો હોત ?
-જે.બી.કૃપલાણી : ગાંધીજીએ પોતાના રચનાત્મક કામ ચાલુ રાખ્યા હોત અને વિકેન્દ્રિત અર્થકરણ માટે ઝઝુમ્યા હોત,અને તેણે કોમી એકતા માટે પણ ઘણુ કામ કર્યુ હોત.
-દાદા ધર્માધિકારી : ગાંધીજીએ સાવ નાના ખેડુતો અને ખેત મજુરો માટે અહિંસક લડત ચલાવી હોત
-ઝવેર પટેલ : ગાંધીજીએ ગામડાની રાજકિય,આર્થિક,ટેકનોલોજીકલ અને સામાજીક સિસ્ટમનુ પરસ્પર સંકલન કરવામાં પ્રવૃત થયા હોત.તેઓએ વીલેજ રીપબ્લિક (એટલે કે ગ્રામ સ્વરાજ) ના વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરી તેને સિધ્ધ કરવા આજીવન પ્રયત્નો કર્યા હોત.
જો ખરેખર આવુ થયુ હોત તો !!..
જુઓ હુ ગાંધીજીના ગામ પોરબંદરની જ છુ,ગાંધીજી બચપણથી જ મારા પ્રેરણા સ્રોત રહ્યા છે,મારા આદર્શ છે.આજ પણ..પણ તેની ઘણી વાતોની મને સુગ છે..એ ક્યારેક મુદ્દા સાથે લખિશ..હાલ તો જે ગાડે બેઠા છિએ તેના ગિત ગાઇએ..ગાંધીજી વિષે ડો.ભિખુ પારેખ( આ બુકની ફોરવર્ડ લખનાર સાથે હુ ઘણી સહમત છુ.તેઓ જણાવે છે કે ગાંધીજી હંમેશા કોયડારૂપ રહ્યા છે.ગાંધીજી ઘણા વિરોધાભાષોથી ભરપુર હતા એક બાજુ તેઓ એમ કહેતા કે ધર્મ અને રાજકારણને જુદા ના પાડી શકાય. અને બિજી બાજુ એમ પણ કહેતા કે રાજ્ય તો સેક્યુલર હોવુ જોઇએ..અને તેને ધર્મ સાથે કોઇ લેવા દેવા ન હોવી જોઇએ ધાર્મિક સંસ્થાઓને કોઇ રાજકિય કે નાણાકિય આશ્રય ન જ આપવો જોઇએ..ગાંધીજીએ ઉપવાસો કર્યા અને ક્યારેક તો આમરણાંત ઉપવાસો પણ કર્યા જેને લિધે સામા પર બળજબરી ( coercion ) ગણી શકાય..બિજી બાજુ તેઓ એમ કહેતા કે ઉપવાસો અહિંસક છે અને માત્ર સામા પર નૈતિક દબાણ ઉભુ કરવા માટે જ છે..ગાંધીજી ચુસ્ત ધાર્મિક હતા પણ પોતાને વૈજ્ઞાનિક પણ માનતા હતા પોતાની આત્મકથાને ’સત્યના પ્રયોગો’ નામ આપ્યુ જે વિજ્ઞાનના અભિગમનુ સૂચક છે...નહેરૂ.પટેલ,જે.પી.લોહિયા વિગેરે ગાંધીજીના અમુક વિચારોની સખત વિરોધી હતા છતા તેનાથી અત્યંત પ્રભાવિત હતા.ગાંધીજીના ઘણા પાસાથી પણ મંત્રમુગ્ધ હતા જયપ્રકાશ નારાયણ તો ગાંધીજીના વિરોધી હતા છતા ગાંધીજીના મૃત્યુ પછી તેના પ્રખર અનુયાયી બની ગયા હતા.ગાંધીજી જનતાના માણસ હતા પરંતુ સાથે સાથે બૌધિકોના પણ માણસ હતા..ઘનશ્યામદાસ બિરલા,અને બજાજ જેવા અતિ ધનાઠ્ય લોકો પણ તેના મિત્રો હતા..
મારા માટે પણ ગાંધીજી હંમેશા કોયડારૂપ જ રહ્યા છે..
આ આર્ટિકલ પોષ્ટ કરી કોઈ વિવાદ ઉભો કરવાનો બિલ્કુલ ઈરાદો નથી.પરંતુ દર્શાવેલ બુક મળે તો વાંચજો.મારી રિડર્સ ને વિનંતી છે કે એ લોકો જ પોતાના અભિપ્રાય આપે જે ગાંધીજીને ઓળખતા હોય.જો આ આર્ટિકલ આપને પસંદ આવ્યો હોય તો આપના અભિપ્રાય જરૂરથી આપશો જેથી મને મારા બ્લોગ વિશે ખબર પડે.હા..મારૂ ફ઼ેસબુક પેઈજ લાઈક કરવામાં બિલ્કુલ શરમાશો નહી.
આભાર..
Meerabai.

हेल्लो दुनिया !
ReplyDeleteयह आर्टिकल कोई विवाद करने के लिये नही है. मे महात्माजी की फ़ोलोअर हु.और एक खास बात यहा वो लोग ही कोमेन्ट्स दे जो महात्मा गांधी को जानता हो.मेरा ये आर्टिकल आपको पसंद आया हो तो आप ईसे शेयर करे योग्य कोमेन्टस करे. और मेरा फ़ेसबुक पेज लाईक करना मत भुलना