ભજન વગર ની રાત નકામી
સંગઠન વગર ની નાત નકામી
માનવતા વગર ની જાત નકામી
સુધારે નહીં તેવી માર નકામી
શુકન વગર ની હોડી નકામી
બેસી જાય તેવી ઘોડી નકામી
બ્રેક વગર ની કાર નકામી
પૂંજી સાવ અધૂરી નકામી
સમજણ સાવ થોડી નકામી
બોલ્યો ફરે એ બંદો નકામો
કઈ ઉપાડે નહીં તે કાંધો નકામો
છોલે નહીં તે રંધો નકામો
નફફા વગર નો ધંધો નકામો
પાયા વિનાનું ચણતર નકામું
કાયદા વગર નું તંત્ર નકામું
દાન વગર નું ધન નકામું
નીતિ વગર નું અન્ન નકામું
આરોગ્ય વગર નું તન નકામું
Meerabai.

Post a Comment