આજે દાન અંગે જે સંસ્કારગત સંતોના સમાગમ દ્વારા જે હુ સમજી છુ એ જ વ્યક્ત કરૂ છુ, આપ તેની સાથે સંમત થાવ એ જરૂરી નથી.
સવાલ : દાન કોણ કરે ?
જવાબ : બે નંબરના નાણાવાળા નાથિયા !!
જે વ્યક્તિ ઇમાનદારીથી કમાઇ રહ્યો છે તેમાંથી તેનુ અને પરિવારનુ તન ઢંકાઇ એટલા વસ્ત્ર અને પેટ ભરાય એટલુ અન્ન માંડ માંડ મળે છે.પછી આ દાનનો સવાલ જ નથી,છતા તેની કમાણીના દસમા ભાગના દાન સિવાય જો વધારાના પાંચસો રૂપિયાનુ પણ ધરાર દાન કરાડાવ્યે તો શુ થાય ? મારે કહેવાની જરૂર નથી કે શુ થાય ! અને જો એક હજાર રૂપિયાનુ તેની પાસેથી દાન લઇ આવીયે તો ?
તેનુ કમાવુ અને કુટુંબનુ ભરણપોષણ કરવુ એજ મોટુ કર્મદાન છે.તો હવે મોટા ભાગના દાનો બે નંબરીની કમાઇવાળા જ કેમ કરે છે ? સિધ્ધોના કથન મુજબ - એ લોકોએ આ ધન કમાવા માટે જે યુક્તિ કરેલી હોય છે તે શુધ્ધ નથી હોતી.તેવુ ન કરવા માટે અંતરાત્મા ના જ કહેતો હોય છતા લોજીક માઇન્ડ વાપરી યુક્તિ વડે સાચુ-ખોટુ કરી પૈસા કમાઇ છે. હવે ? આવુ કરી લિધા પછી પણ તેનો અંતરાત્મા તેને ડંખતો રહે છે.એટલે પછી વળી તે લોજીક માઇન્ડ વાપરી વિચારે કે "ખોટુ તો કરી નાખ્યુ હવે" હવે દસમો કે વિસમો ભાગ કે બધો ભાગ કાઢી નાખો અને નિકળી પડે દાન કરવા,અને સંતોષ લે કે હવે બધુ ઓકે !! માટે સંતોના કહેવા મુજબ દાન બે નંબરના નાણાવાળા નાથિયાઓ જ કરે,તમે અને હુ મંદિરની થાળીમાં જ દાન કરી શકિયે !!
આપણા શાસ્ત્રમાં દાનનુ વિશેષ મહત્વ છે.પણ દાનનો હેતુ હોવો જોઇએ,દાનના મુખ્ય બે હેતુ છે શ્રધ્ધા અને શક્તિ, દાનની માત્રા નહિ પણ શ્રધ્ધા અને શક્તિ જ તેના ફળની વૃધ્ધી કે ક્ષય માટે કારણરૂપ હોય.શ્રધ્ધા વિના અપાતુ દાન નિષ્ફળ જાય છે,આ શ્રધ્ધા પણ વળી ત્રણ છે સાત્વિક,રાજસિક અને તામસિક.પરિવારનુ પાલનપોષણ કર્યા પછી જે સંપતિ બચે અને દાન થાય એને દાન કરવાની શક્તિ કહે છે
શાસ્ત્રોમા આ નવ પ્રકારની ધન શક્તિનુ દાન થઇ શકતુ નથી - ન્યાસ,બંધક,દાન,દાનથી પ્રાપ્ત ધન,અન્વાહિત,નિક્ષિપ્ત અને સાન્વય. ધર્મ,અર્થ,કામ,લજ્જા,
હર્ષ અને ભય દાનના આ છ અધિષ્ઠાન છે.
+ આયોજન વિના ફક્ત ધાર્મિક ભાવનાથી આપવામા આવતુ ધર્મદાન કહેવાય.
+ આયોજનવશ આપવામા આવતુ દાન અર્થદાન કહેવાય
+ મધપાન અને જુગારમાંથી કમાઇને અનધિકારી વ્યક્તિને અપાતુ દાન કામદાન કહેવાય.
+ યાચના કરી સૌની સામે માંગીને અથવા સંકોચવશ કે પ્રતિજ્ઞા કરી જે અપાય તે લજ્જાદાન કહેવાય.
+ શુભ સમાચાર સાંભળી જે અપાય તેને હર્ષદાન કહેવાય.
+ નિંદા,હિંસા અને અનર્થના ભયથી ડરીને જે અપાય તેને ભયદાન કહેવાય.
આ દાનનાં છ અંગો કહેવાયા છે.
* ધર્માત્મા,દાનની ઇચ્છા રાખનાર,પવિત્ર અને આનંદિત કર્મથી વ્યવસાય કરનારો દાન કરી શકે.
* સાત્વિક,દયાળુ,કુળ,વિધા અને આચરણથી શ્રેષ્ઠ દાન કરી શકે
* દાન કરતી વખતે યાચક તરફ હાર્દિક ભાવ,અને દોષ દ્રષ્ટિ ન રાખનાર દાન કરી શકે
* ધન એ દાનનો પદાર્થ છે પરિશ્રમથી પેદા કરેલ ધનનુ દાન કરી શકાય.
* ચોરી,ઠગી કે બિજાને સતાવીને પ્રાપ્ત કરેલ ધનનુ દાન નિષ્ફળ જાય છે.
દાનના ફળ બે પ્રકારના છે. લોક અને પરલોક.દાનના ચાર પ્રકાર છે-ધ્રુવ,ત્રિક,કામ્ય અને નૈમિતિક
-સાર્વજનિક કાર્ય,બાગ બગિચા,ધર્મશાળા,પાણીની પરબ બંધાવવી આ બધા માટે આપવામા આવેલુ દાન ધ્રુવ દાન
* જે દરરોજ અપાય તે ત્રિક દાન.
* કોઇની ઇચ્છાપુર્તિ માટે કરવામા આવતુ કામ્ય દાન.
* નૈમિતિક દાન વળી ત્રણપ્રકારના ગ્રહણ,સંક્રાતિ જેવા કાળની સાપેક્ષે થયેલ દાન કાલપેક્ષ નૈમિતિક દાન,શ્રધ્ધા જેવી ક્રિયા સાથે સંકળાયેલ દાન ક્રિયા
પેક્ષનૈમિતિક દાન,વિધાપ્રાપ્તિ અન્ય સંસ્કાર ગુણોની અપેક્ષાથી થતુ ગુણાપેક્ષ નૈમિતિક દાન છે
દાનનાં ત્રણ ભેદ છે - ઉતમ,મધ્યમ અને કનિષ્ઠ.
* મંદિર,ભુમિ,વિધા,ગૌ,કુપ,સુવર્ણ અને પ્રાણ આ આઠ પ્રકારના દાનને ઉતમ દાન કહેવાય
* અન્ન,બગિચો,વસ્ત્ર,વાહન જેવા પદાર્થોના દાનને મધ્યમ કહેવાય.
* પગરખાં,છત્રિ,વાસણ,મધુ,દહિ,આસન,પથ્થર જેવા પદાર્થોના દાનને કનિષ્ક કહેવાય
દાનથી ઉત્પન્ન થતા કર્મનો નાશ ક્યારે થાય ?
પશ્ચાતાપ,અશ્રધ્ધા અને અપાત્રતા આ ત્રણ કારણ દાન કર્મના નાશક છે
* દાન આપ્યા પછી પશ્ચાતાપ થાય તો આસુર દાન
* શ્રધ્ધા વિના અપાયેલુ રાક્ષસ દાન.
* અપાત્ર વ્યક્તિને અપાતુ દાન પિશાચિ દાન જે કુપાત્ર દાન સ્વિકારી સ્વયં નષ્ઠ થાય છે તથા દાન કરનારને પણ નષ્ઠ કરી નાખે છે.
હંસો અને પરમહંસો આ અંગે કિલિઅર હતા.. વાંચ્યુ ને ઉપર,આ સદિના સંતો પણ આવુ જ કહે છે.
આ આર્ટિકલ લખવામાં મને મનહરપ્રસાદ ભાવસાર નુ દાન મહિમા ઉપયોગી થયેલ છે મહદ અંશો તેમાથી ટાંક્યા છે.પણ મુળ સોર્સ તો ભાગવત ગિતા જ કહેવાય પછી મહાત્મા ગાંધીની અનાસક્તિ યોગ પણ કહેવાય.
Meerabai.
સવાલ : દાન કોણ કરે ?
જવાબ : બે નંબરના નાણાવાળા નાથિયા !!
જે વ્યક્તિ ઇમાનદારીથી કમાઇ રહ્યો છે તેમાંથી તેનુ અને પરિવારનુ તન ઢંકાઇ એટલા વસ્ત્ર અને પેટ ભરાય એટલુ અન્ન માંડ માંડ મળે છે.પછી આ દાનનો સવાલ જ નથી,છતા તેની કમાણીના દસમા ભાગના દાન સિવાય જો વધારાના પાંચસો રૂપિયાનુ પણ ધરાર દાન કરાડાવ્યે તો શુ થાય ? મારે કહેવાની જરૂર નથી કે શુ થાય ! અને જો એક હજાર રૂપિયાનુ તેની પાસેથી દાન લઇ આવીયે તો ?તેનુ કમાવુ અને કુટુંબનુ ભરણપોષણ કરવુ એજ મોટુ કર્મદાન છે.તો હવે મોટા ભાગના દાનો બે નંબરીની કમાઇવાળા જ કેમ કરે છે ? સિધ્ધોના કથન મુજબ - એ લોકોએ આ ધન કમાવા માટે જે યુક્તિ કરેલી હોય છે તે શુધ્ધ નથી હોતી.તેવુ ન કરવા માટે અંતરાત્મા ના જ કહેતો હોય છતા લોજીક માઇન્ડ વાપરી યુક્તિ વડે સાચુ-ખોટુ કરી પૈસા કમાઇ છે. હવે ? આવુ કરી લિધા પછી પણ તેનો અંતરાત્મા તેને ડંખતો રહે છે.એટલે પછી વળી તે લોજીક માઇન્ડ વાપરી વિચારે કે "ખોટુ તો કરી નાખ્યુ હવે" હવે દસમો કે વિસમો ભાગ કે બધો ભાગ કાઢી નાખો અને નિકળી પડે દાન કરવા,અને સંતોષ લે કે હવે બધુ ઓકે !! માટે સંતોના કહેવા મુજબ દાન બે નંબરના નાણાવાળા નાથિયાઓ જ કરે,તમે અને હુ મંદિરની થાળીમાં જ દાન કરી શકિયે !!
આપણા શાસ્ત્રમાં દાનનુ વિશેષ મહત્વ છે.પણ દાનનો હેતુ હોવો જોઇએ,દાનના મુખ્ય બે હેતુ છે શ્રધ્ધા અને શક્તિ, દાનની માત્રા નહિ પણ શ્રધ્ધા અને શક્તિ જ તેના ફળની વૃધ્ધી કે ક્ષય માટે કારણરૂપ હોય.શ્રધ્ધા વિના અપાતુ દાન નિષ્ફળ જાય છે,આ શ્રધ્ધા પણ વળી ત્રણ છે સાત્વિક,રાજસિક અને તામસિક.પરિવારનુ પાલનપોષણ કર્યા પછી જે સંપતિ બચે અને દાન થાય એને દાન કરવાની શક્તિ કહે છે
શાસ્ત્રોમા આ નવ પ્રકારની ધન શક્તિનુ દાન થઇ શકતુ નથી - ન્યાસ,બંધક,દાન,દાનથી પ્રાપ્ત ધન,અન્વાહિત,નિક્ષિપ્ત અને સાન્વય. ધર્મ,અર્થ,કામ,લજ્જા,
હર્ષ અને ભય દાનના આ છ અધિષ્ઠાન છે.
+ આયોજન વિના ફક્ત ધાર્મિક ભાવનાથી આપવામા આવતુ ધર્મદાન કહેવાય.
+ આયોજનવશ આપવામા આવતુ દાન અર્થદાન કહેવાય
+ મધપાન અને જુગારમાંથી કમાઇને અનધિકારી વ્યક્તિને અપાતુ દાન કામદાન કહેવાય.
+ યાચના કરી સૌની સામે માંગીને અથવા સંકોચવશ કે પ્રતિજ્ઞા કરી જે અપાય તે લજ્જાદાન કહેવાય.
+ શુભ સમાચાર સાંભળી જે અપાય તેને હર્ષદાન કહેવાય.
+ નિંદા,હિંસા અને અનર્થના ભયથી ડરીને જે અપાય તેને ભયદાન કહેવાય.
આ દાનનાં છ અંગો કહેવાયા છે.
* ધર્માત્મા,દાનની ઇચ્છા રાખનાર,પવિત્ર અને આનંદિત કર્મથી વ્યવસાય કરનારો દાન કરી શકે.
* સાત્વિક,દયાળુ,કુળ,વિધા અને આચરણથી શ્રેષ્ઠ દાન કરી શકે
* દાન કરતી વખતે યાચક તરફ હાર્દિક ભાવ,અને દોષ દ્રષ્ટિ ન રાખનાર દાન કરી શકે
* ધન એ દાનનો પદાર્થ છે પરિશ્રમથી પેદા કરેલ ધનનુ દાન કરી શકાય.
* ચોરી,ઠગી કે બિજાને સતાવીને પ્રાપ્ત કરેલ ધનનુ દાન નિષ્ફળ જાય છે.
દાનના ફળ બે પ્રકારના છે. લોક અને પરલોક.દાનના ચાર પ્રકાર છે-ધ્રુવ,ત્રિક,કામ્ય અને નૈમિતિક
-સાર્વજનિક કાર્ય,બાગ બગિચા,ધર્મશાળા,પાણીની પરબ બંધાવવી આ બધા માટે આપવામા આવેલુ દાન ધ્રુવ દાન
* જે દરરોજ અપાય તે ત્રિક દાન.
* કોઇની ઇચ્છાપુર્તિ માટે કરવામા આવતુ કામ્ય દાન.
* નૈમિતિક દાન વળી ત્રણપ્રકારના ગ્રહણ,સંક્રાતિ જેવા કાળની સાપેક્ષે થયેલ દાન કાલપેક્ષ નૈમિતિક દાન,શ્રધ્ધા જેવી ક્રિયા સાથે સંકળાયેલ દાન ક્રિયા
પેક્ષનૈમિતિક દાન,વિધાપ્રાપ્તિ અન્ય સંસ્કાર ગુણોની અપેક્ષાથી થતુ ગુણાપેક્ષ નૈમિતિક દાન છે
દાનનાં ત્રણ ભેદ છે - ઉતમ,મધ્યમ અને કનિષ્ઠ.
* મંદિર,ભુમિ,વિધા,ગૌ,કુપ,સુવર્ણ અને પ્રાણ આ આઠ પ્રકારના દાનને ઉતમ દાન કહેવાય
* અન્ન,બગિચો,વસ્ત્ર,વાહન જેવા પદાર્થોના દાનને મધ્યમ કહેવાય.
* પગરખાં,છત્રિ,વાસણ,મધુ,દહિ,આસન,પથ્થર જેવા પદાર્થોના દાનને કનિષ્ક કહેવાય
દાનથી ઉત્પન્ન થતા કર્મનો નાશ ક્યારે થાય ?
પશ્ચાતાપ,અશ્રધ્ધા અને અપાત્રતા આ ત્રણ કારણ દાન કર્મના નાશક છે
* દાન આપ્યા પછી પશ્ચાતાપ થાય તો આસુર દાન
* શ્રધ્ધા વિના અપાયેલુ રાક્ષસ દાન.
* અપાત્ર વ્યક્તિને અપાતુ દાન પિશાચિ દાન જે કુપાત્ર દાન સ્વિકારી સ્વયં નષ્ઠ થાય છે તથા દાન કરનારને પણ નષ્ઠ કરી નાખે છે.
હંસો અને પરમહંસો આ અંગે કિલિઅર હતા.. વાંચ્યુ ને ઉપર,આ સદિના સંતો પણ આવુ જ કહે છે.
આ આર્ટિકલ લખવામાં મને મનહરપ્રસાદ ભાવસાર નુ દાન મહિમા ઉપયોગી થયેલ છે મહદ અંશો તેમાથી ટાંક્યા છે.પણ મુળ સોર્સ તો ભાગવત ગિતા જ કહેવાય પછી મહાત્મા ગાંધીની અનાસક્તિ યોગ પણ કહેવાય.
Meerabai.
Waah
ReplyDelete